વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકોટમાં રાષ્ટ્રીય નેતાઓનો જમાવડો જામ્યો છે. આજે ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યા રાજકોટ આવી પહોંચ્યા હતા. અહીં તેમણે રેલી યોજ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધી હતી. અહીં તેમણે કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા.